અરવલ્લીના મોડાસા ખાતે આવેલ માઝૂમ ડેમ ફરી ઓવરફ્લો, 2600 ક્યુસેક પાણી માઝૂમ નદીમાં છોડાયું

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં ખાબકેલ ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદને લઈ મોડાસાના માઝૂમ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. હાલ ડેમ ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યો છે. ડેમની મુખ્ય સપાટી 157.10 મીટર છે અને ડેમમાં પાણીની આવક 2600 ક્યુસેક છે. ડેમ ઓવરફ્લો થતા એટલું જ 2600 ક્યુસેક પાણી માઝૂમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ડેમના 2 દરવાજા ખોલીને 2600 ક્યુસેક પાણી માઝૂમ નદીમાં છોડ્યું છે. તંત્ર દ્વારા આગળના ગામડાને પણ સતર્ક કરાયા છે. ત્યારે હજુ પણ ડેમમાં વધારે પાણીની આવક થવાની શકયતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.