મેઘરજ નગરમાં બસ સ્ટેશનમાંથી બહાર નીકળતી લોકલ STબસને ડમ્પર ચાલક ટક્કર મારી ફરાર

અરવલ્લી
અરવલ્લી

કોઈપણ વાહન હોય જાહેર સ્થળો, બજાર બસ સ્ટેશન વિસ્તારોમાં સ્પીડ નિયંત્રિત રાખવી જરૂરી હોય છે અને જો બેફામ સ્પીડ રાખે તો ક્યારેક મોટી આકસ્મિક ઘટનાની સંભાવના રહે છે. ત્યારે આવી જ એક ઘટના મેઘરજ નગરમાં સામે આવી છે.આજે સાંજે 4 કલાક બાદ મેઘરજ બસ સ્ટેશનમાંથી મેઘરજના ઢેકવાથી ગાંધીનગર તરફ જતી ST બસ સ્ટેશનમાંથી બહાર નીકળતી હતી. એવામાં પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે એસટી બસને આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. જેથી બસમાં સવાર 22 મુસાફરોએ ચિચિયારીઓ કરી મૂકી હતી અને તમામના જીવ પડીકે બંધાયા હતા. જો કે સદનસીબે તમામ મુસાફરો અને ડ્રાયવર કંડકટરનો આબાદ બચાવ થતા રાહતનો શ્વાસ લીધો હતો.


પરંતુ મેઘરજ નગરમાં અનેક વાહનો તેજ રફતારથી કોઈ રોકટોક વગર વહન કરે છે. ખાનગી વાહનો પણ મોતની સવારી માફક ઓવરલોડ મુસાફરો સાથે ધમધમતા જોવા મળે છે. પરંતુ પોલીસને ફક્ત હપ્તામાં જ રસ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે મોતની સવારી સમાન ઓવરસ્પીડમાં જાહેર રસ્તે પસાર થતા વાહનો પર ક્યારે કન્ટ્રોલ આવે છે એ જોવું રહ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.