સરકાર દ્વારા લાભાર્થીઓને આવાસ માટે મંજૂરીપત્ર અર્પણ

અરવલ્લી
અરવલ્લી 191

અરવલ્લી,
સાબરકાંઠાને આઇ.ટી.આઇ બે સબ સબસ્ટેશન, ઇલોલ રોડ ૫ નવીન એસ.ટી.બસ,મોતીપુરા બસ સ્ટેશન તથા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૨૫૦૦ લાભાર્થીઓને આવાસની ભેટ અંગે મંજૂરીપત્ર અર્પણ કરાયા.રાજયના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે વિવિધ વિભાગોના વિકાસનો ધોધ વહાવ્યો છે.આવાસ યોજનાના મંજૂરીપત્ર સાબર ડેરી ઓડિટેરીયમમાં સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં અર્પણ કરાયા હતા.આ પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારથી ગુજરાતના વિકાસની શાનદાર શરૂઆત થઇ છે. તેઓ વડાપ્રધાન બનતા ગુજરાતની સાશનઘુરા સંભાળતા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારે વિકાસને તેજગતિથી આગળ ધપાવ્યો છે.ભૂતકાળમાં ૨૦ વર્ષ પહેલાના રસ્તાઓ કાદવ કિચડવાળા હતા. આજે ગુજરાતના રસ્તાઓ પાકા અને આર.સી.સીના બન્યા છે સાથે સાત પગલા, ૨૪ કલાક વિજળી શાળાના ઓરડા,નલ સે જલ યોજનાથી પાણી મળે છે.આ પ્રસંગે સંગઠન પ્રમુખ જે.ડી. પટેલ,ઉપાધ્યસ કૈશલ્યાકુંવરબા,ભરતભાઇ આર્ય,રેખાબેન ચૌધરી જેઠાભાઇ પટેલ,મહેશભાઇ પટેલ,જિલ્લા વિકાસ અધિકાર નીતીન સાંગવાન ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.