
ભિલોડાના પાલ્લા ગામે ગામના ગૌચરમાં કરાયેલા દબાણ દૂર કરવા તંત્રની ઉદાસીનતા
દરેક જિલ્લા તાલુકા અને ગામમાં ગૌધનને ચરાવવા માટે તંત્ર દ્વારા ગૌચર જમીન ફાળવી આપવામાં આવી છે. ત્યારે આ ગૌચર જમીન પર લોકો દબાણો કરીને પશુઓના ઘાસચારાની જમીન પડાવવાની વૃત્તિ કરતા હોય છે. ત્યારે આવી જ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે એક ઇસમ દ્વારા જિલ્લાની વડા કચેરીએ આંદોલનાત્મક પગલું ભર્યું છે.
ભિલોડા તાલુકાના પાલ્લા ગામે રહેતા પરેશ કુમાર દરજી નામના ઇસમે ગામમાં વર્ષોથી ગૌચર જામીનમાં કરાયેલા દબાણ બાબતે સ્થાનિક ગ્રામપંચાયત, મામલતદાર તેમજ ટીડીઓને લેખિતમાં અરજી કરી હતી, પરંતુ તંત્ર આ ગ્રામજનની અરજી બાબતે કોઈ જ નક્કર કામગીરી કરતું ના હતું. જેથી પોતાને ન્યાય મળે અને ગામનું ગૌચર બચાવવા માટે આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીએ જિલ્લા કલેક્ટરની ચેમ્બર આગળ ધરણા પર બેઠા છે અને સ્થાનિક વહીવટી તંત્રની પલ્લા ગામે ગૌચરમાં કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં ઉદાસીન બાબતે જિલ્લા કલેક્ટર પાસે યોગ્ય ન્યાય માટે ધરણા પર બેઠા છે.