મોડાસામાં 2014માં નિમણૂંક પામેલા વિદ્યાસહાયક શિક્ષકોના પગાર ધોરણમાં વધારો

અરવલ્લી
અરવલ્લી

મોડાસા તાલુકા પંચાયત કચેરી દ્વારા શિક્ષણ શાખામાં ફરજ બજાવતા 9/20 અને 31 વર્ષના 185 શિક્ષકોને ઉચ્ચતર પગારના આદેશ હુકમમાં પારદર્શકતાનો વહીવટ સચવાય તે હેતુથી વિતરણ કાર્યક્રમ મોડાસા તાલુકા પંચાયત કચેરીના હોલમાં યોજાયો હતો. આ વિતરણ સમારોહમાં વર્ષ 2014ની સાલમાં નિમણૂંક પામેલા વિદ્યાસહાયકોને નવ વર્ષ ઉચ્યતરના પગાર ધોરણનો આદેશ હુકમ આપવામાં આવ્યા હતા.

ઉચ્ચતર પગારના આદેશ હુકમ વિતરણ કાર્યક્રમ મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ બીપીનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં મોડાસા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા કેળવણી નિરીક્ષક, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહીને શિક્ષકોને ઉચ્ચતર પગારના હુકમ અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ હસમુખભાઈ પટેલે શિક્ષકોના સંગઠનને હથિયાર ગણાવી સંગઠિત રહેવા આહવાન કર્યું હતું અને મંત્રી આશિષ પટેલે શિક્ષકોના હક અને ફરજની વાત કરી હતી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લાના અધ્યક્ષ મિનેષ પટેલે સંગઠન વતીથી પ્રમુખ બિપીન પટેલ તથા સમગ્ર શિક્ષણ શાખાને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં શિક્ષકોના કામ વધુ સરળ અને વધુ ઝડપી થાય એ માટે આશા વ્યક્ત કરી હતી.

પ્રાથમિક શિક્ષકોના પગારના પુરવણી બિલો તેમજ મળતા સેવાકીય લાભો સમયસર મળે તે માટે તાલુકાના શિક્ષણ શાખાની કરેલી કામગીરીને પ્રસંશનીય ગણાવી હતી અને 31 વર્ષના તમામ શિક્ષકોની કામગીરીને પૂર્ણ કરવામાં આવી હતી. 9 અને 20 વર્ષના ઉચ્ચતર પગાર ધોરણના હુકમ પ્રાપ્ત કરનાર શિક્ષકો ખુશી અનુભવી રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.