વિજયનગરમાં ગ્રાહકના સ્વાંગમાં 90 હજારના દાગીનાની તફડંચી કરનાર બે શખ્સો ઝડપાયા

અરવલ્લી
અરવલ્લી

વિજયનગરના સોના ચાંદીના દાગીનાના વેપારી પાસે ગ્રાહક બનીને આવેલા બે પરપ્રાંતીય શખ્સોએ ગત 28મી માર્ચે સાંજે પાંચ વાગ્યાના સુમારે 21 ગ્રામ સોનાના 90000 હજારના દાગીનાની ચોરી કરતા વેપારીએ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે,મહેસાણા પોલીસે ચોરીના ગુનામાં ઉપરોક્ત બંને આરોપીઓની અટકાયત કરતા ચોરીનો ભેદ ખુલ્યો હતો. જેમાં આરોપીઓએ ખેડબ્રહ્મા, સતલાસણા, મહેસાણામાં ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે વિજયનગર પોલીસ મથકના જમાદાર જવાનસિંહના જણાવ્યા અનુસાર વિજયનગરના પાંડવ ફળીયા પંચાલ નગર વિસ્તારમાં અનાજ કાપડ અને સોના ચાંદીના દાગીનાના વેપારી પ્રવીણભાઈ અમૃતલાલ શાહની પેઢી ઉપર ગત 28મી માર્ચે સાંજે પાંચ વાગ્યાના સુમારે ગ્રાહક બનીને આવેલા બે અજાણ્યા પર પ્રાંતીય શખ્સોએ પ્રવીણભાઈ શાહ સાથે દાગીનાની ખરીદી અંગેની વાતચીત દરમ્યાન આશરે 90000 હજારની કિંમતના 21 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વેપારીએ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મહેસાણા પોલીસે ચોરીના ગુનામાં પરપ્રાંતીય આરોપીઓની અટકાયત કરતા અને તેમની પૂછપરછ કરતા તેઓએ વિજયનગરના પ્રવીણભાઈ શાહની પેઢી પરથી પણ સોનાના દાગીના ચોર્યા હોવાની કબૂલાત કરતા આ બનાવનો ભેદ ખુલ્યો હતો. જેમાં આરોપીઓએ ખેડબ્રહ્મા, સતલાસણા, મહેસાણામાં ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે પ્રવીણભાઈ શાહે વિજયનગર પોલીસ મથકમાં પરપ્રાંતીય અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.