મોડાસામાં ટ્રક ચાલકે ટ્રક ઉભો ના રાખતા સુરક્ષા જવાને ડંડો મારી ટ્રકના કાચ તોડ્યાં

અરવલ્લી
અરવલ્લી

મોડાસા બસ સ્ટેશન લીઓ પોલીસ ચોકી પર આજે સવારના 7 વાગ્યાના અરસામાં સુરક્ષા જવાને કોલેજ રોડ તરફથી આવતી ટ્રકને રોકી હતી. ભારે વાહન હોવાથી બ્રેક ન લાગતા સુરક્ષા જવાને લાકડી મારી આગળનો કાચ ફોડી ચાલકને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. સુરક્ષા જવાને ચલાકના માથાના ભાગે લાકડી મારતા ઇજાગ્રસ્ત થયેલ યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓથી સાથનીકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. એવામાં આવી ઘટના સામે આવતા ટાઉન પોલીસના અધિકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ તો સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.