મોડાસામાં આખલાએ યુવકને પગ નીચે ખૂંદી નાખ્યો

અરવલ્લી
અરવલ્લી

મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. જેમાં રખડતાં ઢોરના ત્રાસના બે કિસ્સામાં એક યુવકને આખલાએ અડફેટે લઈ નીચે પાડી, તેને બે પગ વચ્ચે દબોચી લઈ તેના પર હુમલો કર્યો હતો. જ્યારે અન્ય એક કિસ્સામાં એક વિફરેલા આખલાએ એક્ટિવા ચાલકને નીચે પાડી દીધો હતો. ત્યારે આ બંને લોકોને રાહદારીઓએ તેમને આખલાઓની ચુંગાલમાંથી બચાવ્યા હતા. જ્યારે મોડાસા પાલિકા તંત્ર રખડતા ઢોર બાબતે નિષ્ક્રિય જોવા મળ્યું હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી.

મોડાસા શહેરમાં રખડતા પશુઓ જાણે અડીંગો જમાવી બેઠા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. મોડાસાના હાર્દ સમાં બસપોર્ટ વિસ્તારમાં લીઓ ચોકી સામે એક આખલો ભૂરાયો થયો હતો. તેણે એક બાઇક સવારને અડફેટે લઈને પાડી દીધો હતો અને આગળના બે પગમાં દબોચી લઈને માથાં માર્યાં હતાં. જો કે આસપાસના લોકોએ યુવકને બચાવ્યો હતો અને સારવાર અર્થે ખસેડ્યો હતો.

આખલાના ત્રાસના અન્ય એક બનાવમાં અલંકાર સોસાયટી આગળ એક વિફરેલા આખલાએ એક્ટિવા ચાલકને નીચે પાડી દીધો હતો, એને પણ આસપાસના રહીશોએ બચાવ્યો હતો. આમ નગરપાલિકા રખડતા ઢોરની બબાતે ખૂબ નિષ્ક્રિય હોવાની લોકોમાં બૂમરાણ ઉઠવા પામી હતી. જેમાં તંત્ર દ્વારા આવા હરાયા ઢોરોને ન તો નિયંત્રણમાં લેવાની કે પછી ઢોર માલિક સામે કોઈ નક્કર પગલાં ન લેવામાં આવતા હોવાની રાહદારીઓમાં ફરિયાદ ઉભી થઈ છે, જેના કારણે નિર્દોષ વાહન ચાલકો-રાહદારીઓ રખડતા ઢોરોના ત્રાસનો ભોગ બને છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.