મોડાસામાં બાઇક સવારના ગળામાં દોરી આવી જતા ગળું કપાયું; પત્ની અને બાળક ઇજાગ્રસ્ત

અરવલ્લી
અરવલ્લી

ધનસુરાના સૂકા વાંટડા ગામે એક બાઇક સવાર પરિવાર સાથે પસાર થતો હતો. તેવામાં પતંગની દોરી એકા એક ચાલુ બાઈકે બાઇક સવારના ગળામાં આવી જતા બાઇક સવાર બાઇક પરથી પટકાયો હતો. ગળામાં દોરી વાગવાના કારણે લોહી લુહાણ હાલતમાં પત્ની અને બાળક સાથે પટકાયો હતો. આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પટકાયેલા બાઇક સવાર અને તેના પરિવારને સારવાર અર્થે ધનસુરા સીએચસી ખસેડાયો હતો. ગળામાં દોરી વાગતા ગંભીર રીતે ઇજાઓ થઇ હતી. ત્યારે ફરજ પરના ડોક્ટરે ઇજાગ્રસ્ત બાઇક સવારને ટાંકા લઈ બચાવી લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.