મોડાસામાં દલાલે જમીન પચાવી પાડતા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી

અરવલ્લી
અરવલ્લી

મોડાસાના કીડીયાદ નગરમાં રહેતા ખેડૂતે એક વર્ષ અગાઉ ધનસુરા તાલુકાના ભેસાવાડા ગામ નજીક આવેલી તેની વડીલોપાર્જિત જમીન ધનસુરા અને મોડાસાના દલાલો મારફતે વેચાણ કર્યા પછી બંને દલાલોએ ખેડૂતના ૫૨ લાખ રૂપિયા પડાવી લેતા ખેડૂતે બને દલાલો પાસે વારંવાર ઉઘરાણી કર્યા પછી ટસના મસના થતા છેતરપીંડીનો ભોગ બનેલ ખેડૂતે ન્યાય મેળવવા રેંજ આઈજી, જીલ્લા પોલીસવડા સહીત ધનસુરા અને મોડાસા પોલીસ સ્ટેશનમાં લેખીત રજુઆત કરવા છતાં ન્યાય નહીં મળતા આખરે ખેડૂતે ગળે ફાંસો અને ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી છે ખેડૂતના પુત્રએ પોલીસતંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા પોલીસતંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. મોડાસાના કીડીયાદ નગરમાં રહેતા અહેમદભાઈ ભટ્ટી નામના ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કરતા પરિવારજનો તાબડતોડ ખેડૂતને સાર્વજનીક હોસ્પીટલ ખસેડી દીધો હતો આત્મહત્યા કરનાર ખેડૂતના પુત્રના જણાવ્યા અનુસાર તેના પિતાએ તેમની ભેસાવાડા નજીક આવેલી જમીન ધનસુરાના જમીનના દલાલે મોડાસાના દલાલ મારફતે વેચાણ કરી હતી ત્યાર બાદ જમીન વેચાણના આવેલા ૫૨ લાખ રૂપિયા બંને જમીન દલાલોએ એનકેન પ્રકારે પચાવી લીધા હતા અને તેના પિતાએ બંને દલાલો પાસે રૂપિયાની ઉઘરાણી કરતા બંને જમીન દલાલો ધમકી આપતા હોવાથી
પોલીસતંત્રને જાણ કરવા છતાં ન્યાય નહીં મળતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.