મેઘરજમાં અજાણ્યા શખ્સોએ પાવડર જેવો પદાર્થ નાખી બે મહિલાઓને બેભાન કરી

અરવલ્લી
અરવલ્લી

મેઘરજ નગરના ગોકુલનાથજી મંદિર વિસ્તારમાં રહેતા બે મહિલાઓ ઘરે હતી. એ સમય દરમિયાન એક શખ્સ તેઓના ઘર પાસે આવ્યો ઘરે બે મહિલાઓ એકલી હતી અને આ શખ્સો દ્વારા મહિલાઓને કૈક પૂછવા લાગ્યા. આ બંને મહિલાઓ કાઈ પણ બોલે એ પહેલાં કેફી પાવડર જેવો પદાર્થ બંને પર નાખ્યો જેથી બંને મહિલાઓ બેભાન બની ગઈ હતી. બંને મહિલાઓના ઘરમાંથી આ અજાણ્યા શખ્સો રોકડ તેમજ સોના ચાંદીના દાગીના સહિત 3 લાખનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. જ્યારે આ મહિલાઓને ભાન આવ્યું ત્યારે આસપાસના લોકોને બોલાવી સમગ્ર હકીકત જણાવી અને મેઘરજ પોલીસમાં જાણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.