મેઘરજના રમાડ ગામે પતિએ પત્ની સહિત ત્રણ બાળકોની હત્યા કરી

અરવલ્લી
અરવલ્લી 198

મેઘરજના રમાડ ગામે પિતાએ ત્રણ બાળકો ડેમમાં નાખી દીધા પછી પાણીમાં જંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો હાલ હત્યા રો પિતા સારવાર હેઠળ છે. મેઘરજના વૈડી ડેમ માંથી શનિવારે સાંજે ત્રણ બાળકો પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં મળી આવતા ભારે ભારે ચકચાર મચી હતી ઇસરી પીઆઈ વી.વી.પટેલ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી હતી મેઘરજના રમાડ ગામમાં રહેતા જીવાભાઈ કચરાભાઈ ડેંડુણનો શંકાશીલ સ્વભાવ હોવાના પગલે તેની પત્ની જીવીબેન પર વહેમ રાખી અવાર-નવાર મારઝૂડ કરતો હતો.વહેમીલા સ્વભાવના કારણે ઘરકંકાસ થતો રહેતો હતો.જીવાના મગજમાં ફરીથી વહેમનો કીડો સળવળાટ કરતા પત્ની સાથે ઝગડો કરી માથાના તેમજ શરીરના અન્ય ભાગો પર કુહાડીના જીવલેણ ઘા ઝીંકી દેતા મહિલા તરફડીયા મારી રહી હતી ત્યારે એટલેથી ન અટકતા મગજમાં ઝનૂન સવાર થતા ઘરમાં રહેલા ત્રણ બાળકોને લઇ નીકળી ગયો હતો ગામ નજીક આવેલા વૈડી ડેમમાં પાણીમાં ડુબાડી દઈ હત્યા કરી ફરાર થઇ ગયો હતો પરીવારજનો અને પિયરપક્ષના લોકો ઘટનાસ્થળે પહોંચી ત્રણે બાળકોના મૃતદેહ જાેઈ ભાંગી પડ્યા હતા અને રોકોકકળ કરી મૂકી હતી ઇસરી પોલીસે ત્રણે મૃતક બાળકોના મૃતદેહને પાણી માંથી બહાર કાઢી પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ઇસરી પોલીસે કલજીભાઈ જીવાભાઈ ડામોરની (રહે,મોટી પંડુલી) ફરિયાદના આધારે હત્યારા પતિ જીવા કચરા ડેંડુણ વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૨,૩૦૭ અને જીપી એક્ટ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.