
મોડાસાના ગારૂડી ગામે નગરપાલિકાની સામે મહિલાઓ રણચંડી બની : હાથમાં જ્વલનશીલ પદાર્થ લઈને આત્મવિલોપનની ચીમકી
નગરપાલિકા તંત્ર હોય કે મ્યુનિસિપાલિટી વેસ્ટ કચરાનો નિકાલ એ દરેક માટે માથાના દુખાવા સમાન હોય છે ત્યારે મોડાસા પાલિકા દ્વારા ડંપિંગ સાઈડ માટે ગારૂડી ગામે જગ્યાની ફાળવણી કરેલો છે એ વિવાદ વધુ વકર્યો છે.
મોડાસા નગરપાલિકા દ્વારા વેસ્ટ કચરાના નિકાલ માટે કેટલાય સમયથી જગ્યા માટે મથામણ કરી રહી છે. ત્રણ જગ્યા એ કામગીરી નિષ્ફળ ગયા બાદ આજે ચોથી જગ્યા મોડાસાના ગારૂડી ગામે નક્કી કરેલી છે. એ દિવસથી આ વિવાદ ભારે વકર્યો છે. ગારૂડી, ગારૂડી કંપા અને સિતપુર આ ત્રણ ગામના લોકોનો ભારે વિરોધ છે. જો અહીં ડંપિંગ સાઈડ રાખવામાં આવે તો વેસ્ટ કચરાની પ્રોસેસ વખતે ઝેરી વાયુ પ્રદૂષણ ફેલાવે જેથી આસપાસમાં ખેડૂતોની જમીનને અસર પહોંચે શાળા તેમજ આંગણવાડી પણ નજીક છે અને ગામલોકોની પણ કાયમી અવરજવર રહે છે. જેથી તમામના આરોગ્ય સામે પણ ખતરો રહે એમ છે. જેથી ગામલોકો આ ડંપિંગ સાઈડ કેન્સલ કરાવવા જંગે ચડ્યા છે.આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ તંત્ર સામે છજીયા લીધા હતા અને હાથમાં કોઈ પ્રવાહી ભરેલો કેરબો અને બોટલો રાખી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.