બાયડમાં NRI ગવર્નર કે.કે. શાહના પુત્ર પ્રકાશ શાહે મતદાન કર્યું

અરવલ્લી
અરવલ્લી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022નું પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે અને આજે બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા હાલ યોજાઈ રહી છે. જિલ્લામાં 3 વાગ્યા સુધીમાં 54.19 ટકા મતદાન થયુ. બાયડ વાત્રક ખાતે NRI ગવર્નર કે.કે. શાહના પુત્ર પ્રકાશ શાહે મતદાન કર્યું હતુ. અમેરિકાથી ખાસ મતદાન માટે વતનમાં આવ્યા છે.

જિલ્લામાં 1 વાગ્યા સુધી 37.12% મતદાન થયુ; બાયડના છાપરિયા ગામે વરરાજાએ લગ્ન પહેલા લોકશાહી પ્રત્યે ફરજ બજાવી. બાયડ ભાજપ ઉમેદવાર ભીખીબેન પરમારે તેમના વતન માલપુર ખાતે મતદાન કર્યું. જિલ્લામાં 11 વાગ્યા સુધી મોડાસાના નવા ગામના 103 વર્ષની ઉંમરના સંતોકબેન પટેલે મતદાન કર્યું. અમૂલ ફેડરેશનના ચેરમેન શામળ પટેલે મતદાન કર્યું. પરિવાર સાથે લોકશાહીના પર્વને ઉજવવા મતદાન કર્યું. વતન બાયડના પિપોદ્રા ખાતે શામલ પટેલે મતદાન કર્યું. બાયડ પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલે મતદાન કર્યું. ​​​​​

મોડાસાના કોટ વિસ્તારમાં ધીમી ગતિએ મતદાન કામગીરી હોવાનું મતદારોનો આક્ષેપ. જિલ્લામાં 9 વાગ્યા સુધી 4.99 ટકા મતદાન નોંધાયુ છે.​મોડાસાના ચારણવાડા ગામે ભાજપના ઉમેદવારે મતદાન કર્યું. ભિલોડા બેઠકના ભાજપા ઉમેદવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે કુળદેવી અને ઇષ્ટદેવની પૂજા અર્ચના કરી. મોડાસામાં શીકા મતદાન મથકે Evm ખોરવાયાનું સામે આવ્યું છે. મોડાસામાં સખી મતદાન મથક ઉભું કરાયું છે.

બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે. 3 વાગ્યા સુધીમાં 53.31 ટકા મતદાન થયુ. 1 વાગ્યા સુધી 37.36% મતદાન થયુ છે. 11 વાગ્યા સુધી 20.49 ટકા મતદાન નોંધાયુ છે.​ 9 વાગ્યા સુધી 4.48 ટકા મતદાન નોંધાયુ છે.​ ભિલોડા બેઠકના ભાજપા ઉમેદવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે કુળદેવી અને ઇષ્ટદેવની પૂજા અર્ચના કરી. ઉમેદવાર પી.સી બરંડા અને તેમની ધર્મ પત્નીએ પૂજા અર્ચના કરી મત આપવા માટે જશે. લોકશાહીના ઉત્સવને ઉજવવા ભુદેવ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરી વિધિ સાથે વિજય માટે પ્રર્થના કરી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.