
અરવલ્લીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો, વરસાદના પગલે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ
અરવલ્લી જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તે મુજબ આજે વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. ત્યારે જિલ્લાના મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદી અમી છાંટણા આવ્યા હતા. મેઘરજના પંચાલ, કદવાડી વિસ્તારોમાં પણ વકરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદના કારણે ખેતીવાડીને નુકશાન થવાની સંભાવના છે. ખાસ કરીને જિલ્લામાં ઘઉં, ચણા, કપાસ,અને સોયાબીનના પાકને નુકશાન થવાની સંભાવના છે. ત્યારે દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાઈ રહેવાની સંભાવના છે.