અરવલ્લી જિલ્લામાં બાયડ ગણેશ યુવા મંડળ દ્વારા ધોધમાર વરસાદ વચ્ચે વિસર્જન યાત્રા યોજાઇ
અરવલ્લી જિલ્લા માં બે દિવસ ના વિરામ બાદ આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જિલ્લા ના મોડાસા શહેર સહિત સરોલ,જીતપુર,ઉમેદપુર,બોલુન્દ્રા માં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જ્યારે માલપુર માં પણ વરસાદ વરસ્યો હતો ભિલોડા ના અંતરિયાળ વાશેરા કંપા, સુનોખ પંથક માં પણ ધોધમાર વરસાદ આવ્યો હતો.અસહ્ય ઉકડાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અંબાજી જતા પદયાત્રીઓ પણ વરસાદમાં ભીંજાયા હતા અને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
બાયડ શહેર અને આસપાસ ના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.આજે બાયડ ગામ માં ગણેશ યુવા મંડળ ના ગણેશ મહોત્સવનું વિસર્જન હતું એક તરફ ગણપતિ વિસર્જન અને બીજી તરફ ધોધમાર વરસાદ ,વરસતા વરસાદમાં પણ વિસર્જન યાત્રા શરૂ રહી હતી સતત એક કલાક થી ચાલુ રહેલા વરસાદ માં પણ યુવાનો મન મૂકી ને નાચતા કુદતા નજરે પડ્યા હતા બાયડ ગણેશ વિસર્જન ના વરઘોડા માં ઊંચાઈ વાડા માણસો ની વેશભૂષા સૌથી આકર્ષણ નું કેન્દ્ર રહ્યા હતા.