
અરવલ્લીના ભિલોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો
અરવલ્લી જિલ્લામાં ભિલોડા વિસ્તારમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી વાતાવરણ સર્જાયુ છે. ભિલોડા વિસ્તારમાં વરસાદી માહોલ મંગળવાર બપોર બાદ સર્જાયો હતો. ભિલોડા અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી જ અસહ્ય બફારાવાળુ વાતાવરણ સર્જાયુ હતુ. આ દરમિયાન વરસાદ વરસતા રાહત સર્જાઈ હતી. ભિલોડા વિસ્તારમાં વિરામ બાદ વરસ્યો છે. વરસાદને લઈ વિસ્તારના ખેડૂતોને પણ રાહત સર્જાઈ હતી.
ભિલોડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસવાને લઈ ખેડૂતોને માટે મોટી રાહત સર્જાઈ છે. વરસાદને લઈ વિસ્તારમાં અસહ્ય બફારા વચ્ચે મોટી રાહત સર્જાઈ હતી. ભિલોડા વિસ્તારમાં ખેડૂતો વરસાદને લઈ પ્રાર્થના દર ચોમાસે કરતા હોય છે. આ વિસ્તારમાં વરસાદને લઈ સિંચાઈના પાણી માટે મોટો જળસંગ્રહ હાથમતીમાં થતો હોય છે.