
અરવલ્લીના ભિલોડા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઘોધમાર વરસાદ
હવામાન વિભાગે ચોમાસાની વિદાયની શરૂઆતની જાહેરાત કરી દીધી છે. ત્યારે અરવલ્લીમાં આજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.ભિલોડા તાલુકામાં આજે બપોરે 3 કલાક બાદ વાતાવરણ પલટ્યું હતું અને કાળા ડિબાંગ વાદળો સાથે ભારે ગાજવીજ જોવા મળી અને વરસાદ ખાબક્યો હતો.
ભિલોડા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો લીલછા, ખલવાડ, માંકરોડા અને નવભાવનાથમાં વરસાદ પડ્યો. વરસેલા વરસાદના કારણે સુકાતા ખેતીપાકને જીવતદાન મળ્યું હતું. આમ જતા જતા મેઘરાજાએ જમાવટ કરી હતી. ખેડૂતોમાં ખુશી છવાઈ હતી અને અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.