અરવલ્લી જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ : નિચાણવાળા વિસ્તારોમાં ભરાયાપાણી
અરવલ્લી જિલ્લામાં રાત્રે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લાના માલપુર, મેઘરજ, મોડાસા અને બાયડ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે.માલપુર નગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. નગરના રાજમાર્ગ પર નદી જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. તાલુકાના સજ્જનપુરા, ગોવિંદપુર, મોર ડુંગરીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.મેઘરજ તાલુકામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. મેઘરજ નગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી એકઠા થયા હતા. મેઘરજનગરમાં 1 કલાકમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ખેડૂતોએ વાવેતર કર્યા બાદ ચાતક નજરે વરસાદની રાહ જોતા હતા. ત્યાં વરસાદ થતાં કાચું સોનુ વરસ્યું હોય એવી ખુશી થઇ છે. ત્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.