મોડાસાની ધોરણ ત્રણમા અભ્યાસ કરતી સારા ભાવસાર લાંબા વાળ માટે ચર્ચાનું કેન્દ્ર બની

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ મોડાસા
નાની ઉંમરમા સારાના વાળની લબાઈ સાડા ત્રણ ફૂટ કહેવાય છે કે સ્ત્રીના વાળ સ્ત્રીનું ઘરેણું ગણવામા આવે છે ત્યારે અરવલ્લી જિલ્લા મોડાસાની નિલાંન્સી પટેલના લાંબા વાળ માટે ગ્રીનીસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમા સ્થાન મેળવ્યું છે ત્યારે મોડાસાની દસ વર્ષીય સારા ભાવસાર લાંબા અને ભરાવદાર વાળ માટે ચર્ચામા આવી છે.નાની ઉંમરમા વાળ નો ગ્રોથ વધુ હોવાના કારણે સારાને લાંબા વાળ રાખવાનું શોખ જાગ્યો હતો. સારા ભાવસારની મમ્મી અમી ભાવસારએ પણ સારાના લાંબા વાળ માટેની ઈચ્છા જાેતા સારાના લાંબા વાળ માટે વધુ સાર સંભાળ રાખવાનું ચાલુ કર્યું. સારાના લાંબા વાળ માટે રોજ અડધો કલાક સુધી તેલની માલીસ તેમજ સ્કૂલ તેમજ બહાર હરવા ફરવા જવા માટે આશરે એક કલાક જેટલો સમય વાળ ઓળવવા માટે લાગે છે. નાની ઉંમરમા સારાના વાળની લબાઈ સાડા ત્રણ ફૂટ છે.

સારા પોતાના વાળ માટે નાનીએ બનાવેલા ઘર ગથુ તેલનો ઉપયોગ કરે છે. સારાના લાંબા વાળ જાેવા માટે આસપાસ ના લોકો સારા ની મુલાકાત લેતા હોય છે પ્રોત્સાહિત કરતા હોય છે. વાળ પ્રતેના પ્રેમને લઇ સારા વાળનું ખુબજ સાર સંભાળ રાખે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.