મોડાસામાં ગરીબોને અનાજ આપવાનું કહી વેપારી સાથે 3.81 લાખની છેતરપિંડી

અરવલ્લી
અરવલ્લી 117

મોડાસા પંથકમાં ગરીબોને અનાજ વિતરણ કરવાનું કહી ઇસમોએ ભેગા મળી વેપારી સાથે 3.81 લાખની છેતરપિંડી કર્યાનું સામે આવ્યુ છે. ઇસમોએ ભેગા મળી અનાજનો જથ્થો મેળવી રોકડ પેમેન્ટની જગ્યાએ ચેક આપ્યા હતા. જોકે વેપારીને વિશ્વાસમાં લઇ 3.81 લાખનું કરીયાણું મેળવી આપેલાં ચેક ક્લિયર થયા ન હતા. જેથી વેપારીએ અવાર-નવાર ઇસમો પાસે પોતાના માલના પૈસા માંગતાં ઇસમોએ પૈસા આપ્યા ન હતા. આ સાથે વેપારીએ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોઇ ઇસમો વિરૂધ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

અરવલ્લી જીલ્લાના મોડાસાના ખલીકપુર ગામની સીમમાં રાઇસ મીલના અનાજના વેપારી સાથે છેતરપિંડીની મોટી ઘટના સામે આવી છે. ગત 29 એપ્રિલના રોજ મુસ્તાકઅલી મેમણ (ઉનાવા) નામના ઇસમે વેપારી સુરેશભાઇ પટેલને ફોન કર્યો હતો. જેમાં મુસ્તાલઅલીની સંસ્થા દ્રારા રમઝાન મહિનામાં ગરીબોને અનાજની કીટનું વિતરણ કરવાનું હોઇ અનાજનો જથ્થો ખરીદવાની વાત થઇ હતી. જે બાદમાં વેપારીને વિશ્વાસમાં લઇ તેમણે અનાજનો જથ્થો ખરીદી પેમેન્ટ રોકડની જગ્યાએ ચેક આપ્યો હતો. આ તરફ 2 મેના રોજ ઇસુબભાઇ મેમણ (ઉનાવા) અને 3 મેના રોજ જાવિદભાઇ મેમણે પણ ફોન કરી તે જ રીતે ગરીબો માટે અનાજ વિતરણ કરવા ત્રણેયએ મળીને કુલ 3.81 લાખનું કરીયાણાની ખરીદી કરી ચેક આપ્યા હતા. જોકે બેંકમાં ક્લિયર નહીં થતાં વેપારીએ પૈસા માંગતાં ઇસમોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

રમઝાન મહિનામાં ગરીબોને અનાજની કીટ વિતરણ કરવાનું કહી વેપારી સાથે લાખોની છેતરપિંડીથી ચકચાર મચી ગઇ છે. ત્રણેય ઇસમોએ પોતાની સંસ્થાના નામે વેપારીને વિશ્વાસમાં લઇ અલગ-અલગ સમયે કુલ 3,81,711ના અનાજની ખરીદી કરી ચેક આપ્યાં હતા. જે બાદમાં ચેક ક્લિયર નહીં થતાં ઇસમોએ વેપારીને ફોનમાં ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે વેપારીએ ત્રણ ઇસમો સામે 3.81 લાખની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.