બાયડ ખાતે ચેકડેમમાં મગરનું બચ્ચું દેખાતા ગામવાસીઓમાં ફફડાટ

અરવલ્લી
અરવલ્લી

હાલ ચોમાસાની સીઝન પૂર્ણતા ના આરે છે. ત્યારે ત્યારે વરસાદી પાણીથી જળાશયો, ચેકડેમ પણ ઓવરફ્લો થાય છે. ત્યારે પાણીમાં રહેવાવાળા જળચર અને ઉભયજીવી પ્રાણીઓ દેખાતા લોકો ભયભીત બને છે. અને લોકોને રાહતનો શ્વાસ લેવો ભારે પડે છે. આવો જ એક કિસ્સો બાયડના સાઠંબા પાસે આવેલા હઠીપુરા ગામના એક ચેકડેમમાં બન્યો.

બાયડના સાઠંબા પાસે આવેલ હઠીપુરા ગામની સીમમાં આવેલો ચેકડેમ વરસાદી પાણીથી ભરાઈ ગયો છે. જેથી ગામની મહિલાઓ કપડા ધોવા માટે, પશુપાલકો પશુઓ ચરાવવા ચેકડેમ જતા હોય છે. ત્યારે ચેકડેમમાં મગરનું બચ્ચું દેખાયું જેના કારણે ગામવાસીઓમાં ભારે ભય ફેલાયો. જેના કારણે ગામના યુવાનોએ મગર બાબતે વન વિભાગને જાણ કરી અને સ્થાનિક સેવાભાવી સંસ્થા વગડો ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોને પણ જાણ કરતા તમામ કાર્યકરો ચેકડેમ પાસે દોડી આવ્યા હતા. અને મગરના બચ્ચાનું રેસ્ક્યું કરીને નદીમાં છોડી મુકવામાં આવ્યું હતું. મગરનું ગામમાંથી રેસ્ક્યું થતાં સ્થાનિક અને ગામવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.