
સરકારી ચોપડે નોંધાયા વગરના ગોડાઉનમાં કરોડોના ફટાકડા મળી આવ્યા
મોડાસાના લાલપુર કંપા ગામે આવેલી મહેશ્વરી ક્રેકર્સ ફટાકડાના ગોડાઉનમાં ફટાકડા ટેસ્ટિંગ દરમિયાન ભીષણ આગ લાગી હતી. આ આગના કારણે નિર્દોષ સેટિંગનું કામ કરતા રાજસ્થાનના 4 શ્રમિકો જીવતા ભડથું થઈ ગયા અને કરોડોના ફટાકડા ફૂટી ગયા હતા.
ત્યારબાદ મહેશ્વરી ક્રેકર્સના મુખ્ય માલિક સહિત બે સામે ફરિયાદ થઈ છે. ત્યારબાદ તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. જિલ્લા એસઓજી પણ શહેરમાં ચાલતા ફટાકડાના ગોડાઉનની તપાસ શરૂ કરી જેમાં મોડાસાના ગાજણ પાસે આવેલા 4 અને નવા માર્કેટયાર્ડમાં આવેલા 2 ફટાકડા ગોડાઉનમાં ગેરકાયદેસર કે જે ગોડાઉન સરકારી ચોપડે નોંધાયેલા નથી, જિલ્લા એસઓજીએ કરોડોના ગેરકાયદેસર ગોડાઉનમાંથી ગેરકાયદેસર ફટાકડા મળી આવતા તમામ 6 ફટાકડા ગોડાઉન સિલ કર્યા છે.