
મેઘરજના અજુના હીરોલા ગામે તૈયાર ઘઉંના ખેતરમાં આગ લાગી
ખેડૂતના માથે કોઈને કોઈ રીતે ઘાત ભમતી હોય તેમ એક તરફ કુદરતી કમોસમી વરસાદનો માર તો બીજી તરફ ટેક્નિકલ ખામીના કારણે પાકમાં નુકસાન થતું હોય છે. ત્યારે મેઘરજના અજુ હીરોલા ગામે ઉભા ઘઉંના ખેતર પરથી પસાર થતી વિજલાઈન માંથી તણખા જરતા એકાએક આગ લાગી હતી. જેમાં ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો.
મેઘરજના અજુ હીરોલા ગામે એક ખેડૂતના ખેતરમાં કમોસમી વરસાદથી 250 મણ ઘઉંનું ઉત્પાદન થયેલો પાક પલડી ગયો હતો. એક દિવસનો ઉઘાડ નીકળવાથી ખેડૂતે ઘઉં કાઢ્યા બાદ 50 ટકા ઉત્પાદન મળવાની આશા હતી. ત્યાં ખેડૂતના ખેતર ઉપરથી હેવી વીજ લાઇન પસાર થાય છે. તેમાંથી વીજ તણખા જર્યા હતા અને ઘઉંના ખેતરમાં આગ લાગી હતી અને ઘઉંનો તૈયાર પાક બળીને ખાખ થયો હતો.
કમોસમી વરસાદમાં નુકસાન થયા બાદ ખેડૂતનો પાક ખેતરમાં હોવાથી પલડયો હતો પણ તડકો નીકળતા પચાસ ટકા જેટલું ઉત્પાદન મળવાની આશા હતી ત્યાં વીજ તણખા ઝરવાના કારણે સંપૂર્ણ ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે.