ભિલોડાના ખેડૂતોએ જમીનના સર્વે કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

અરવલ્લી
અરવલ્લી 53

અમદાવાદ દિલ્હી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત એજન્સીના માધ્યમથી સૂચિત રૂટમાં આવતી જમીનોનું સંપાદન કરવા સાબરકાંઠામાં સર્વે કર્યા પછી અરવલ્લી જીલ્લાના ૧૯ જેટલા ગામ બુલેટ ટ્રેનના સુચિત માર્ગમાં આવતા હોવાથી છેલ્લા બે દિવસથી ડ્રોન અને હેલિકૉપ્ટરથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા ભિલોડા પંથકના ખેડૂતો બુલેટ ટ્રેન પસાર થતા જમીન અને મકાન ગુમાવવી પડે તેમ હોવાથી ચિંતીત બની બુલેટ ટ્રેન હાલ પસાર થતી ટ્રેન માર્ગ પર બુલેટ ટ્રેનના રૂટનું નિર્માણ કરવામાં આવેની માંગ સાથે ભિલોડાના ધારાસભ્ય ર્ડો.અનીલ જાેષીયારાની આગેવાની હેઠળ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. ભિલોડાના ધારાસભ્ય ર્ડો.અનીલ જાેષીયારા અને બુલેટ ટ્રેન રૂટ પર આવતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પસાર થવાથી ખેડૂતો જમીન અને મકાન વિહોણા બનશે અને ખેતી આધારિત જીવનનિર્વાહ ચલાવતા ખેડૂતોની હાલત કફોડી બનશે જાે બુલેટ ટ્રેનનો રૂટ નહીં બદલાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જીલ્લા કલેકટર કચેરીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી બુલેટ ટ્રેન રૂટનો ઉગ્ર વિરોધ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.