ખેડૂતોએ મંત્રી ભીખુસિંહને મળી હૈયાવરાળ ઠાલવી માવઠાથી ઘઉં, ચણામાં મોટું નુકસાન

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં પાંચ દિવસ અગાઉ વાવાઝોડા અને કમોસમી માવઠાના કારણે મોડાસા માલપુર અને ભિલોડા તાલુકાના ખેડૂતોને મોટી નુકસાની થઈ હતી. મોડાસા તાલુકામાં થયેલી નુકસાની અંગે મંત્રી ભીખુસિંહ પરમારે તાલુકાના ગામડાઓના ખેડૂતોની મુલાકાત લીધી હતી અને તેમની આપ વીતી સાંભળી શિયાળુ પાકોમાં થયેલી નુકસાની અંગે સર્વે કરાવીને ખેડૂતોને પૂરતું વરતળ મળે તે માટે ખાતરી આપી હતી.

મોડાસાના વણીયાદ કોકાપુર તેમજ ઉમેદપુર જીતપુર અને દધાલીયા પંથકના ગામડાઓમાં કમોસમી માવઠા દરમિયાન કરા પડતાં ખેડૂતોના ઘઉં ચણા અને તરબૂચ અને મકાઈ જેવા પાકોમાં મોટી નુકસાની આવી હતી. મંત્રી ભીખુસિંહ પરમારના મતવિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં થયેલા નુકસાન અંગે મંત્રીએ ઉપરોક્ત ગામડાના ખેડૂતો સાથે મુલાકાત કરી હતી ખેડૂતોએ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું કે શિયાળુ પાક પાકીને તૈયાર થતાં અમુક ખેડૂતોએ ઘઉંની કાપણી કરી દીધી હતી અને પાક પાકીને તૈયાર થવાના સમયે જ વાવાઝોડા સાથે કમોસમી માવઠું અને કરા પડતાં ખેડૂતોના ઘઉંનો સોંથ વળી ગયો હતો.

મોડાસા તાલુકાના પૂર્વ અને દક્ષિણે આવેલા ગામડાઓમાં ખેડૂતોના તરબૂચના પાક ઉપર કરા પડતાં તરબૂચના પાકનો પણ સફાયો બોલાઈ ગયો હતો. મંત્રીએ ખેડૂતોને થયેલી નુકસાની રૂબરૂ સાંભળીને પાકમાં થયેલા નુકસાન અંગે પૂરેપૂરી સર્વે કામગીરી કરાવવા અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે સરકારમાં રજૂઆત કરવા પણ ખેડૂતોને ખાતરી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.