ધનસુરાના લાલી નામઠ ગામે ઢોંગી બાવાઓને મેથીપાક ચખાડ્યો
આજકાલ ઢોંગી ઘુતારાઓ સાધુ વેશે અથવા કોઈને કોઈ યુક્તિ દ્વારા જનતાને છેતરી નાણાં પડાવવાની પ્રવૃત્તિ ફૂલીફાલી છે. ત્યારે આવી જ એક ઘટના ધનસુરાના લાલીના મઠ ગામે સામે આવી છે. ગામમાં છેતરપિંડી આચરવા માટે રીક્ષામાં આવેલા 6થી 7 ઢોંગી ઘુતારાની ટુકડીએ એકલી મહિલા સાથે તાંત્રિક વિધિના નામે 500 રૂપિયા પડાવી બેભાન બનાવી. ગ્રામજનોએ ઢોંગી બાવાઓને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો.
ધનસુરા તાલુકાના લાલીના મઠ ગામે એક રિક્ષામાં સાધુના વેશમાં આવેલા કેટલાક ધુતારાઓએ મહિલાની એકલતાનો લાભ લઈ છેતરપિંડી કરવા જતાં મેથીપાક ખાવાનો વારો આવ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ વાત તરત જ ગામના યુવાનોને ખબર પડતાં ધુતારાઓને બાજુના ગામ અમરાપુર ગામમાંથી ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને સોંપ્યા હતા.