મોડાસાના ગઢામાં દેરાણી-જેઠાણી સરપંચ પદ માટે સામ-સામે

અરવલ્લી
અરવલ્લી

મોડાસાના ગઢામાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં દેરાણી કંચનબેન પટેલ અને જેઠાણી શિલ્પાબેન પટેલ બંનેએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે અને બંને પ્રચાર કામગીરી પૂરજોશમાં કરી રહ્યા છે. ગામ પંચાયત વિસ્તારમાં પાંચ ગામડા આવતા હોવાથી અને સરપંચ પદ માટે મહિલા અનામત બેઠક હોવાથી આ વિસ્તારની 11 મહિલાઓએ સરપંચ પદ માટે ચૂંટણી જંગમાં ઝંપલાવતા વાતાવરણમાં રાજકીય ગરમાવો શરૂ થયો છે. જોકે ગઢા ગામ પંચાયતની ચૂંટણીમાં અગાઉ સરપંચ પદે જેઠાણી શિલ્પાબેન પટેલે ધુરા સંભાળી હતી.

બંને પોતપોતાની રીતે મતદારોને રિઝવવા માટે ગામને આદર્શ બનાવવા ની સાથે રસ્તા લાઈટ પાણી અને ગોકુળ ગામ બનાવવા માટે કટિબદ્ધ બની છે. જોકે આ બંને દેરાણી જેઠાણી અગાઉ પણ દૂધમંડળી સેવામંડળી અને ગામ પંચાયતમાં ઉમેદવારી કરી ચૂક્યા છે. દેરાણી જેઠાણી ઉમેદવારો અને અન્ય મહિલા ઉમેદવારો મહિલા મતદારો સાથે ઘરે ઘરે જઈને બેઠકોનો દોર શરૂ કર્યો છે. જોકે ચૂંટણી અગાઉ બંનેએ હાર જીત માટે એકબીજાને જવાબદાર ગણવાના બદલે એકબીજાને ચૂંટણી પૂર્ણ થયા બાદ અભિનંદન પાઠવવા પણ તૈયાર છે. ગઢા ગામ પંચાયત વિસ્તારમાં પાંચગામડાના 2200 કરતાં વધુ મતદારો ધરાવતી ગ્રામ પંચાયત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.