અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ એક કરોડ બે લાખથી વધુ રકમની સહાય આપી

અરવલ્લી
અરવલ્લી 394

રખેવાળ ન્યુઝ અરવલ્લી : અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષકોએ મુખ્યમંત્રી ફંડમાં એક કરોડ બે લાખ આપ્યા હતા.અરવલ્લી જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકોએ એક દિવસના પગારની એક કરોડ બે લાખ રૂપિયાથી વધુની રકમ મુખ્યમંત્રી ફંડમાં જમા કરાવી હતી. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ ૧,૦૨,૬૪૯૫૬ની રકમ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની ઉપસ્થિતિમાં જમા કરાવી હતી.જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી સતીષભાઈ પટેલ, અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હસમુખભાઈ પટેલ,ઉપ પ્રમુખ અનિલભાઈ પટેલ, મહામંત્રી આશિષભાઈ પટેલ ,સહમંત્રી કલાસવા તેમજ મોડાસા, ધનસુરા, બાયડ, માલપુર, મેઘરજ અને ભિલોડા આ તમામ ઘટક સંઘના હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યા હતા.અરવલ્લી જિલ્લા પ્રાથમિક સંઘના હોદ્દેદારોએ આ સહકાર બદલ અરવલ્લી જીલ્લાના તમામ શિક્ષક ભાઈ બહેનોનો આભાર માન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.