
મોડાસાના વેપારીને ટ્રેડિંગના વ્યવસાયમાં લાખોનો ચુનો લગાડનાર મહેસાણાના ત્રણ ભાગીદારો સામે ફરિયાદ
મોડાસાના હજીરા વિસ્તારમાં વર્ષોથી ટ્રેડિંગનો વ્યવસાય કરે છે અને અમદાવાદના દલાલ મારફતે ગુજરાતમાં ગમે તે પેઢી પર સારા ભાવ મળે એ રીતે અનાજ વેચે છે. એ મુજબ મોડાસાની હિતેશ ટ્રેડિંગના પ્રોપાયટર ચંદુલાલ રાયચંદભાઈ મહેતા એ અમદાવાદના એક દલાલ દ્વારા મહેસાણાની હર્ષદકુમાર ચંદુલાલ એન્ડ કંપનીમાં તારીખ 4 એપ્રિલથી 20 એપ્રિલ સુધીમાં કુલ 2,01,480 કિલો એરંડા જેની કિંમત 1,31,07,590 રૂપિયા થાય છે. એટલો માલ આ પેઢીના વહીવટ કર્તા ગિરીશ ગોવિંદભાઈ ચૌધરીને વેચેલો.
જે પૈકી હિતેશ ટ્રેડિંગના માલિક ચંદુલાલ મહેતાને મહેસાણાની વેપારી પેઢીના ભાગીદાર દ્વારા આર્ટિજીએસથી 42 લાખ રૂપીયા ચૂકવ્યા છે. બાકીના 88 લાખ રૂપિયા માટે ફોન કરતા મહેસાણાની પેઢીના ત્રણેય ભાગીદારો વહીવટ કર્તા ગિરીશ ગોવિંદભાઇ ચૌધરી, પેઢીના માલિક અરવિંદભાઈ ચંદુલાલ તેમજ ધ્રુવ અરવિંદભાઈ પટેલ ત્રણેયના ફોન સ્વીચ ઓફ આવતા હતા. ફરિયાદીએ મહેસાણા પેઢી પર તપાસ કરતા પેઢી પણ બંધ હતી. તેઓ ઘરે પણ મળી આવ્યા નહોતા. જેથી પોતે 88 લાખમાં છેતરાયા હોવાનો અહેસાસ થતા મોડાસા પોલીસમાં ત્રણે વેપારીઓ સામે ફરિયાદ નોંધાવી છે. મોડાસા ટાઉન પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.