
મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં ધોરણ-5ના વિદ્યાર્થીઓએ વસુધૈવ કુટુંબકમની થીમ આધારિત પ્રતિકૃતિ રજૂ કરી
મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્ર પર ધોરણ 5ના વિદ્યાર્થીઓ દ્વારા વસુધૈવ કુટુંબકમની થીમ આધારિત દિલ્હીમાં યોજાયેલી G-20 સમિટની પ્રતિકૃતિ રજૂ કરાઈ હતી.
તાજેતરમાં નવી દિલ્હી ભારત મંડપમ ખાતે ભારતના યજમાન પદે G-20 શિખર સંમેલન યોજાઈ ગયું. જેમાં 20 દેશોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તે વસુધૈવ કુંટુંબકમની થીમ આધારિત મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શિશુ વિહારમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હીમાં જે G-20નું મોડલ હતું. તેવું જ આબેહૂબ ભારત મંડપમ મોડેલની પ્રતીકૃતિ બનાવીને બાળકો દ્વારા તમામ 20 દેશોના પ્રમુખ પ્રતિનિધિઓના પહેરવેશ સાથેની વેશભૂષા રજૂ કરી ને અલગ અલગ દેશો વચ્ચે જે સંવાદો થયા હતા તે મુજબ ના સંવાદ સ્ટેજ પર રજૂ કરાયા હતા. તમામ 20 દેશોના રાષ્ટ્રધ્વજ સાથેની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રતિકૃતિ દ્વારા નાના બાળકોને G-20 શિખર સંમેલન શું છે અને શેના માટે આ સંમેલન યોજાયું. તમામ બાબતોની જાણકારી નાના ભૂલકાઓ ને મળે તે માટેનો આ શાળા પરિવારનો પ્રયાસ હતો.