અરવલ્લીમાં સિવિલ શરૂ કરવા અને કોરોના દર્દીઓને પડતી મુશ્કેલીઓ મામલે કોંગ્રેસનું કલેક્ટરને આવેદન

અરવલ્લી
અરવલ્લી 74

અરવલ્લીમાં મહામારીમાં કોરોના દર્દીઓ સારવાર માટે રઝળપાટ કરી રહ્યા છે અને તેમને પૂરતી સારવાર મળી રહે તે માટે જિલ્લામાં તાત્કાલિક સિવિલ શરૂ કરવા ધારાસભ્ય જશુભાઈ પટેલ, ભિલોડા ધારાસભ્ય ડો. અનિલ જોષીયારા અને મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહે કલેક્ટરને આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવ્યું કે ભૂતકાળમાં જિલ્લામાં સિવિલ શરૂ કરવા માગણી કરી હતી અને સિવિલ અંગે કાર્યવાહી શરૂ કરાઇ હોવાનું જણાવ્યું હતું. તો જિલ્લામાં હાલમાં સિવિલ ક્યાં શરૂ થશે તે માટે પણ ધારાસભ્યોએ જવાબ માગ્યો હતો.

આવેદનમાં જણાવ્યું છે કે મહામારીમાં જિલ્લામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે દર્દીઓને વેન્ટિલેટર ઓક્સિજન દવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી. જિલ્લામાં સિવિલનું કામ પૂર્ણ થયું હોત તો દર્દીઓને હાલાકી અને નાણાંકીય મૂંઝવણ વેઠવી પડી ન હોત અને લોકોને જીવ ગુમાવવા ના પડ્યા હોત. અરવલ્લી જિલ્લામાં સિવિલ ન હોવાના કારણે દર્દીઓને બહાર જવાનું થાય છે. જેમાં શહેરમાં હોસ્પિટલોમાં દર્દીઓને એડમિટ કરતા નથી અને એડમિટ કરે તો પૂરતી સગવડ વેન્ટિલેટર દવા ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.