અરવલ્લી જિલ્લાના શામળાજીના ગોઢકુલ્લાનાં ચકચારી હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ મામલો વધુ પેચીદો

અરવલ્લી
અરવલ્લી

(રખેવાળ ન્યૂઝ)અરવલ્લી
શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામે ગત ૨૮ ઓગસ્ટના રોજ થયેલા ભેદી બ્લાસ્ટ મામલે એફએસએલ અને પોલીસ તપાસમાં લશ્કરમાં ઉપયોગમાં લેવાતો હેન્ડ ગ્રેનેડ હોવાનું બહાર આવતા જીલ્લા પોલીસતંત્ર સહીત એટીએસ ની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,,પોલીસ ની વિવિધ એજન્સી સહીત જીલ્લા પોલીસતંત્રની વીવીધ ટિમોએ મૃતક યુવકના પરિવારજનો, સગા-સબંધી સહીત આજુબાજુના વિસ્તારના લોકોની સઘન પૂછપરછ હાથધરી છે. ત્યારે હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મૃતક યુવકના ૨૯ વર્ષીય ભાઈ કાંતીભાઈ ફણેજાએ ગામ નજીક આવેલા ડુંગર પર ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી છે.યુવકના મોત ને ૨૪ કલાક કરતા વધુ નો સમય વીતી ગયો હોવા છતાં પરિવારજનો એ મૃતક કાંતિભાઈ ફનેજા એ પોલીસના ત્રાસથી મોત ને વહાલું કર્યું હોવનો આક્ષેપ લગાવી રહ્યા છે..જેથી મૃતક યુવાનની લાશને અંતિમ ક્રિયા કર્યા વગર જ પોતાના ઘરે મૂકી રાખી છ મૃતકની માત હેન્ડગ્રેનેડ બ્લાસ્ટ મામલે અગાઉ પરિવારના ૨ સભ્યો મોત ને ભેટી ચુક્યા છે ત્યારે પરિવારના વધુ એક સભ્ય એ આપઘાત કરી લેતા પરિવારજનોમાં માતમ છવાયો છે.પરિવારજનો અને સમાજ ના લોકો ની આક્ષેપ છે કે મૃતક યુવાન ને સાંજના છ વાગ્યાના આસરા માં મોડાસા થી આવેલી પોલીસ લઈ ગઈ હતી..મૃતક કાંતિભાઈ એ પરિવાર ને જણાવ્યું હતું તે મુજબ પરિવાર નું જણાવવું છે કે પોલીસ દ્વારા તેને લઈ ગયા બાદ રસ્તા માંથી જ તેને મારવાની શરૂઆત કરી દેવામાં આવી હતી,,સાથે જ મોડાસા લઈ ગયા બાદ પણ તેને ખૂબ જ માર મારવામાં આવ્યો હતો,, પરિવારનો ખુબ મોટો આક્ષેપ છે કે પોલીસ દ્વારા મૃતક યુવાન ને ગુનો કબુલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,ત્મૃતક યુવાન ને વારંવાર શૌચક્રિયા કરવાની જરૂર પડતી હતી..સાથે જ શૌચક્રિયા દરમિયાન લોહી પણ આવતું હોવાની ફરિયાદ મૃતકે પરિવાર ને કરી હતી,,બીજા દિવસે પણ પોલીસ દ્વારા આ મૃતક યુવાન ને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા મૃતક યુવાન પોલીસના મારના ભયથી શૌચક્રિયા કરવા જવાનું કહી પરત ન ફરતા ગામ નજીક ડુંગર પર ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી..ત્યારબાદ ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસે મૃતક ની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી..પરંતુ પરિવરજનો અને સમાજના લોકોએ લાશને અંતિમક્રિયા વગર જ પોતાના ઘરે મૂકી ન્યાય ની માંગ કરી છે..સમગ્ર મામલે ભિલોડા ના ધારાસભ્ય અને સમાજના અગ્રણી પીડિત પરિવાર ની સાથે ઉભા રહી પરિવાર અને મૃતક ને ન્યાય અપાવવા આગળ આવ્યા છે.. હેન્ડગ્રેનેડ બ્લાસ્ટ કેસમાં પરિવાર ના બે સભ્યો સહિત અન્ય એક યુવાન અકાળે મોતને ભેટતા પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે..
ત્યારે મૃતકના પરિવાર, સ્થાનિક ધારાસભ્ય અને સમાજ દ્વારા મૃતક નું પેનલ ડોકટર થી રીપોસ્ટમોર્ટમ અને એફએસએલ તપાસની માંગ કરી છે,,સાથે જ જવાબદાર પોલીસકર્મીઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કર્યા બાદ જ મૃતક ની અંતિમવિધિ કરવા મક્કમ બન્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.