બાયડ પાલિકાની સફાઇ બાબતે ગંભીર બેદરકારી સામે આવી

અરવલ્લી
અરવલ્લી 141

અરવલ્લી
અરવલ્લી જિલ્લાના બાયડમાં દહેગામ રોડ પર આવેલ પાલિકા સંચાલિત શૌચાલય ની બાજુમાં શહેરની કેટલીક હોસ્પિટલોનો જાેખમી બાયો મેડીકલ વેસ્ટ ઠાલવવામાં આવતાં ત્યાં નજીકની સોસાઈટીમાં રહેતા લોકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.બાયડ નગર પાલિકા દ્વારા સ્વચ્છતા બાબતે ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. બાયડમાં ઘણી ખાનગી હોસ્પિટલોમાં કોવીડ દર્દીઓની સારવાર ચાલી રહી છે, ત્યારે હોસ્પિટલોનો જાેખમી બાયો મેડીકલ વેસ્ટ જાહેર માર્ગ પર ઠલવાતાં માર્ગ પરથી પસાર થતાં લોકો તેમજ અહીના રહીશોનું આરોગ્ય જાેખમાઈ શકે છે..બાયડ નગરપાલિકા દ્વારા આ બાયોમેડિકલ વેસ્ટ ઠાલવતી હોસ્પિટલો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. આ સિવાય રોડ પર રખડતા ઢોર તેમજ ગાયો પણ આ જાેખમી કચરો ખાય છે. આ અંગે જાગૃત નાગરીકો તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા બાયડ નગરપાલિકામાં ઘણી વખત જાણ કરવામાં આવી હોવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.બાયડ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર પડેલ જાેખમી બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ તાત્કાલિક કરી આ કચરો ઠાલવતી હોસ્પિટલો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી બાયડની જાગૃત જનતાની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.