મોડાસામાં 25 ફૂટ ઊંડી વાવમાં ખાબકેલા આખલાનું રેસ્ક્યું કરાયું, સારવાર બાદ મોત

અરવલ્લી
અરવલ્લી 146

મોડાસાના મેઘરજ રોડ ઉપર આવેલ 25 ફૂટ વણઝારી વાવમાં આખલો પડતાં જીવદયા પ્રેમીઓએ ભારે મથામણ કરીને 4 કલાક રેસ્ક્યુ કરીને બચાવ્યો હતો. પરંતુ આખલાનું સારવાર બાદ બીજા દિવસે મોત થતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. વણઝારી વાવમાં આખલો પડતાં ગંભીર ઇજાઓ થતાં વાવની બાજુમાં રહેતા રહીશ ચંદુભાઇ પટેલને થતાં તેમણે મોડાસાના જીવદયાપ્રેમી નિલેશ જોશીનો સંપર્ક સાધતા તેમની ટીમ સાથે આવી પહોંચ્યા હતા. બાદમાં પાલિકાના સેનેટરી વિભાગને જાણ કરી જેસીબીની મદદથી 4 સેવાભાવી યુવાનોએ ગંદકીથી ભરેલી વાવમાં ઉતારી 4 કલાક બાદ આખલાને બહાર કાઢ્યો હતો. બાદમાં તબીબ દ્વારા સારવાર કરાઇ હતી. પરંતુ બીજા દિવસે આખલાનું મોત થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.