યુવકે અન્ય સમાજની યુવતી સાથે લગ્ન કરતાં નાઈ સમાજનો બહિષ્કાર

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભુતાવડ ગામે નાઈ સમાજના એક યુવાને અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લેતાં સમગ્ર સમાજનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આખા નાઈ સમાજને ગામ છોડી દેવાનો તાલિબાની આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે નાઈ સમાજે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરી છે.

ભુતાવડ ગામના રહીશ અને છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ ખાતે રહેતા સચિન નાઈને ભુતાવડ ગામની અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા તેઓ બંનેએ સહ સંમતિથી કોર્ટ મેરેજ કરી રાજી ખુશીથી લગ્નગ્રંથિએ જોડાયા હતા. અન્ય જ્ઞાતિમાં લગ્ન થયા હોવાથી નાઈ સમાજ ઉપર અન્ય સમાજે વારંવાર દબાણ કર્યું હતું. જેથી નાઈ અને અન્ય સમાજના આગેવાનોએ બંને છોકરા છોકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને લગ્ન વિચ્છેદ માટે દબાણ કરી પ્રયત્નો કર્યા હતા, પરંતુ લગ્ન વિચ્છેદ માટે બંને યુવક યુવતી તૈયાર થતા ન હતા. બંને ગાંધીનગર સેક્ટર 6 ખાતે પોલીસ કચેરી હાજર થઈ સ્વરક્ષણ મેળવી પોતાની રીતે અલગ રહેવા લાગ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.