સર્વોદય નગર (ડુંગરી)દારૂના અડ્ડા પર પતિને શોધવા જતા બુટલેગરોએ હુમલો કર્યો

અરવલ્લી
અરવલ્લી

(રખેવાળ ન્યૂઝ) મોડાસા, 
મોડાસામાં વિદેશી દારૂ, દેશી દારૂ, ગાંજાે સહિતના કેફી દ્રવ્યો ના નશાનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે ત્યારે શહેરના સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં મોટા પ્રમાણમાં દેશી દારૂ ની રેલમછેલ થતી હોવાની અને કેમિકલયુક્ત તાડી નો મોટા પ્રમાણમાં વેપલો થતો હોવાથી છૂટથી મળતા દેશી દારૂના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ ગયા છે સર્વોદય નગર વિસ્તારમાં ૧૦ થી વધુ દેશી-વિદેશી દારૂના અડ્ડા પોલીસના નાક નીચે ધમધમી રહ્યા છે સર્વોદય નગરમાં રહેતી એક શ્રમિક મહિલાનો પતિ દારૂના રવાડે ચઢી મોડી રાત્રે ઘરે ન આવતા મહિલા દારૂના અડ્ડા પર પહોંચતા બુટલેગરો મહિલાને જાેઈ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડીઓ વડે તૂટી પડતા મહિલા જીવ બચાવી ભાગી છૂટી હતી મોડાસા ટાઉન પોલીસે બુટલેગરો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

સર્વોદય નગર વિસ્તારમાં રહેતી શ્રમીક મહિલાનો પતિ દારૂની લત ધરાવતો હોવાથી પરિવારજનો તોબા પોકારી ઉઠ્‌યા છે ગત રાત્રીએ મોડી રાત્રે પતિ ઘરે ન આવતા મહિલા તેના પતિને શોધતી શોધતી દારૂના અડ્ડા પર પહોંચી તેના પતિ અંગે બુટલેગરોને પુછાતા જ બુટલેગરો ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલાને ઢોર માર મારતા મહીલા ફફડી ઉઠી હતી અને મહિલા ઘરે પરત આવી ગઈ હતી જાે કે મહિલાએ બુટલેગરોને પાઠ ભણાવવા હિંમત કરી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવા તજવીજ હાથધરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.