અરવલ્લી માં મહિલા અને સરપંચ વચ્ચેના સનસનીખેજ વાર્તાલાપનો ઓડિયો વાયરલ

અરવલ્લી
અરવલ્લી 515

અરવલ્લી જીલ્લાના તાલુકામાં એક મહિલા અને સરપંચ વચ્ચેના સનસનીખેજ વાર્તાલાપનો ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયો સામાજીક અને રાજકીય આલમમાં જાણે ભૂકંપ સર્જી બેઠો હોય તેમ ચોંકાવી રહ્યો છે. ઓડીયોમાં વાત કરનાર પુરૂષ હોદ્દાની રૂએ સરપંચ છે જ્યારે સામે પીડિત મહિલા છે. વાતચીતની શરૂઆતમાં સામાન્ય ચર્ચા બાદ ગણતરીની સેકન્ડોમાં સરપંચ અત્યંત ગંદી ગાળો બોલી રહ્યા છે. જ્યારે અન્ય એક ઓડિયોમાં સરપંચ દુષ્કર્મની કબૂલાત કરી રહ્યા હોવાનું સાંભળવા મળતાં ખળભળાટ મચી ગયો છે.

અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં અનેક ચર્ચાસ્પદ વીડિયો અને ઓડિયો વાયરલ થઇ ચૂક્યા છે. જોકે અરવલ્લી જીલ્લાના એક તાલુકાના ગામે જમીનની લે-વેચ દરમ્યાન થયેલી માથાકૂટ મોટો રાજકીય ભૂકંપ લાવે તે હદે પહોંચી હોવાનું વાયરલ થયેલા ઓડિયો આધારે સામે આવ્યુ છે. એક મહિલાએ પોતાની સાથે ખરાબ કૃત્ય થયુ હોવાનું અને જમીન પડાવી લીધા સંદર્ભે રજૂઆત કરી હતી. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશને અરજી આપ્યા બાદ સામુહિક આપઘાતની પણ મુખ્યમંત્રી કાર્યાલય સમક્ષ ચિમકી આપી હતી. આ રજૂઆતના સમયગાળા દરમ્યાન મહિલાને ફોન ઉપર ભયંકર હદે ગાળો બોલતાં અને દુષ્કર્મનું જણાવતાં ઓડિયો વાયરલ થતાં સનસની મચી ગઇ છે.

જમીન વેચાણ બાબતે મહિલા અને સ્થાનિક સરપંચ સંપર્કમાં આવ્યા હતા. આ દરમ્યાન કોઇ કારણસર જમીન લે-વેચમાં પ્રશ્નો ઉપસ્થિત થતાં ઘટનામાં ચોંકાવનારી બાબતોનો ઘટસ્ફોટ થયો છે. જેમાં રાજ્યકક્ષાના દિગ્ગજ આગેવાન માટે જમીન લેવા સહયોગી બનેલા સરપંચ ફોન ઉપર મહિલાને બેફામ ગાળો બોલે છે. સૌથી મોટી વાત એ છે કે, સરપંચ ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં કાન ફાડી નાંખે તેવી ગંદી અને અત્યંત ખરાબ ગાળો બોલે છે. આ વાતનો એક ઓડિયો વાયરલ થયો તો તેની સાથે અન્ય એક ઓડિયો પણ સામે આવ્યો છે. જેમાં મહિલા પોતાની સાથે કેટલાક ઇસમોએ દુષ્કર્મ કર્યાનું જણાવતાં સરપંચ આક્રોશમાં આવીને પોતે પણ દુષ્કર્મ કર્યુ છે જા, શું કરીશ ? તેવુ બોલતાં હોવાનું સંભળાય છે.

પીડિત મહિલાએ સ્થાનિક પોલીસથી માંડી કલેક્ટર, SP અને મુખ્યમંત્રી બાદ કોર્ટના દ્રાર ખખડાવ્યા

પંથકમાં વાયરલ થયેલા ઓડિયો બાબતે વિગતો મેળવતાં ખળભળાટ મચાવી દે તેવી વિગતો સામે આવી છે. જેમાં પીડિત મહિલા સાથે એકથી વધુ ઇસમોએ એકથી વધુ વખત દુષ્કર્મ કર્યુ હોવાનું ખુદ મહિલા જણાવી રહી છે. જેમાં પોલીસ ફરીયાદ દાખલ કરવા મથી રહેલી મહિલાએ આખરે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. આ તરફ ઉપલી કક્ષાએથી રજૂઆતની વિગતો મળતાં સ્થાનિક પોલીસ સ્ટેશને અરજીની નોંધ પાડી મહિલાનું નિવેદન મેળવવા કવાયત હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.