મોડાસામાં નિવૃત આર્મી જવાન ઉપર હુમલો

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ, અરવલ્લી
મોડાસાના ડુગરવાડા રોડ પર કબ્રસ્તાન નજીક નિવૃત આર્મીમેનને ભત્રીજા,ભાઈ અને અન્ય વ્યક્તિઓ દ્વારા પથ્થર,લાકડી અને ગડદાપાટુનો માર મારતા નિવૃત તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

અમદાવાદથી નિવૃત આર્મીમેન સૈયદ અતિક અહેમદ મોડાસામાં વકીલને મળવા તેમજ નગરપાલિકાના કામ અર્થે આવેલ હતા ત્યારે મોડાસા ડુગરવાડા રોડ પર આવેલ કબ્રસ્તાન સામે ફરિયાદીના ભત્રીજા ફઝલ અહેમદ આવીને ગાળો બોલતા ગાળો ન બોલવા નું કહેતા ભત્રીજો ઉશ્કેરાઇ જઇ બાથે પડી ગયો હતો. તે વખતે ફરિયાદીના ભાઈ અનીશ અહેમદ તેમજ મહંમદ હસન ખાન પઠાણ અને મોહમ્મદ અકબર ખાન પઠાણ હાથમાં લાકડીઓ લઇ અને ફરિયાદીને તું કેમ મોડાસામાં આવ્યો છે તેમ કહી ગડદાપાટુનો માર મારવા લાગ્યા અને પિતા સૈયદ અહેમદ વચ્ચે પડતાં તેમની ધક્કો મારી નિવૃત્ત આર્મી જવાનને પથ્થરથી

માર મારવામાં આવતા ફરીથી મોડાસા માં આવીશ તો જાનથી મારી નાખીશું ની ધમકી આપતા ઘાયલ થયેલ નિવૃત્ત આર્મીજવાનને ૧૦૮ મારફતે મોડાસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને નિવૃત આર્મીમેન સૈયદ અતિક અહેમદ દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભાઈ ભત્રીજા અને અન્ય બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને મોડાસા ટાઉન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.