
માલપુર ખાતે રાજ્યકક્ષાના મંત્રીએ માલપુરના અંતિમધામની મુલાકાત લીધી
સ્મશાનએ માણસનું અંતિમ સ્ટેજ છે. ત્યારે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે માલપુરના સ્મશાનની મુલાકાત લીધી હતી. માલપુર ખાતે આજે નિવૃત્ત પેંશનર મંડળનું અધિવેશન યોજાયું હતુ. આ અધિવેશનમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યાં હતા. સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ રાજ્ય અને જિલ્લા પેંશનર મંડળના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. માલપુર પેંશનર મંડળ દ્વારા બનાવેલ અંતિમ ધામની મંત્રી ભીખુસિંહ પરમારે મુલાકાત લીધી હતી. અંતિમધામમાં બનાવેલ ઐતિહાસિક અને ધાર્મિક સ્ટેચ્યુને પ્રેરણાદાયી ગણાવ્યા હતા અને નવૃત્ત કર્મચારી મંડળની કામગીરીને બિરદાવી હતી.