અરવલ્લી એસઓજીએ સરકારી નોકરીના નામે લાખો રૂપિયાની ઠગાઇનો પર્દાફાશ કર્યો

અરવલ્લી
અરવલ્લી 168

અરવલ્લી,
હાલમાં સરકારી નોકરી મેળવવા લાખ્ખો ઉમેદવારો દિવસ રાત મહેનત કરતા હોય છે ત્યારે સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારોને સીધી નોકરી આપવાનું મોટું કૌભાંડ અરવલ્લી એસઓજીએ ઝડપી પાડ્યું છે. સમગ્ર મામલાની ઊંડાણ પૂર્વક વાત કરવામાં આવે તો શામળાજી પોલીસ સ્ટેશનમાં એક ઉમેદવાર દ્વારા નોકરીના બહાને ૩ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા..ત્યારબાદ જિલ્લા પોલીસ દ્વારા એસઓજી ની વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. એસઓજી પોલીસે ૫૩ જેટલા ઉમેદવારો સાથે ઠગાઇ કરી ૫૯.૮૦ લાખ પડાવનાર ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ચાર આરોપીઓ સરકારી નોકરી મેળવવા માંગતા અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, દાહોદ, મહીસાગર અને ખેડાના ઉમેદવારો પાસેથી ૩-૩ લાખ રૂપિયા ઉઘરાવી સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે નિમણુંકપત્રો આપતા હતા. પોલીસ જાપ્તામાં આવેલા ચારેય શખ્સો સરકારી અધિકારીના ખોટા સહી-સિક્કાનો ઉપીયોગ કરી ખાનખાણીજ વિભાગ, રેવન્યુ વિભાગ, સચિવાલય, હાઉસિંગ બોર્ડ અને પોલીસ વિભાગમાં નોકરી અપાવવા રૂપિયા પડાવતા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.