અરવલ્લી કલેકટરે અકસ્માતમાં ઘાયલ 3 લોકોને પોતાની ગાડીમાં બેસાડી દવાખાને પહોંચાડ્યા

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પરીક અણિયોર પંચાયતની મુલાકાત કરી મોડાસા પરત આવતા હતા. ત્યારે રસ્તામાં કલેક્ટરે રિક્ષા ઝાડ સાથે ભટકાયેલી જોઈ અને કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં નીચે પડેલા જોયા હતા. કલેક્ટરે તુરંત ડ્રાઈવરને કાર થોભાવાની સૂચના આપતાં જ કાર રોડની એક તરફ ઉભી રહી ગઈ અને કલેક્ટર કારમાંથી નીચે ઉતરી લોકોને તુરંત તેમણે કહ્યું કે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈએ. તેમને કારમાં બેસાડી દો. કલેક્ટરનો આદેશ મળતા જ ગનમેન અને અન્યોની મદદથી ઈજાગ્રસ્તોને તુરંત કારમાં બેસાડી મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. એટલું જ નહીં જ્યાં સુધી ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર શરૂ ન થઈ ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાં રહી તબીબો સાથે પણ સતત સંપર્કમાં રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.