અરવલ્લીમાં આગણવાડી ભરતીમાં રદ અરજી મુદ્દે જિલ્લા પંચાયતમાં રજૂઆત

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાઘરનું ભરતી પ્રકરણ ભારે વિવાદ જગાવી રહયું છે.અગાઉ આ ભરતીને લઈ સત્તાધીશોએ કારણ દર્શાવ્યા વગર સંખ્યાબંધ ઉમેદવારોના અરજી ફોર્મ જ રદ કરી નાખતાં ભારે વિવાદ ઉઠયો હતો અને ઉગ્ર વિરોધ આવેદન બાદ આ પ્રકરણે રજુઆતનો દૌર હાથ ધરાયો હતો.

રદ કરાયેલ અરજીઓના અરજદારો શનીવારે જયારે તંત્ર દ્વારા બોલાવ્યા પછી રજુઆત માટે જિલ્લા પંચાયતે ઉપસ્થિતિ રહયા હતા.ત્યારે તેઓ સાથે કરાયેલ ઉધ્ધત વર્તન અને આ વર્તન બાદ આ પ્રશ્ને રજુઆત કરવા ગયેલા જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથેની ગેરવર્તણુંકે કાર્યકરોમાં રોષ જગાવ્યો હતો અને આ ચકચારી પ્રશ્ને જવાબદારો સામે પગલા ભરવા માંગ ઉઠાવાઈ હતી.

અરવલ્લી જિલ્લા પંચાયતમાં આંગણવાડી કાર્યકરો અને તેડાઘરની ખાલી જૈગયાઓ માટે ની ભરતી પ્રક્રિયા પસંદગી સમિતિ દ્વારા હાથ ધરાઈ હતી. આ જગ્યાઓ ઉપર ઉમેદવારી કરવા ઈચ્છતા સંખ્યાબંધ ઉમેદવારોએ અનુભવ અને લાયકાત સહિતની વિગતો સાથે નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજીઓ કરી ઉમેદવારી નોંધાવી હતી.પરંતુ સત્તાવાળાઓ દ્વારા આવા કેટલાય લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજીઓ કારણ દર્શાવ્યા વગર રદ કરાઈ નાખી હોવાના આક્ષેપો સાથે થોડાક દિવસો પૂર્વે દેખાવો કરાયા હતા અને આ મુદ્દે આવેદનપત્ર અપાયું હતું.

ઉમેદવારોનો ઉગ્ર વિરોધ અને અગ્રણીઓની વિગતે રજુઆતને પગલે જિલ્લા પંચાયત તંત્ર દ્વારા આવા ઉમેદવારોને રજુઆત માટે શનીવારે રૂબરૂ જિલ્લા પંચાયત ખાતે બોલાવ્યા હતા.ન્યાય મેળવવા આવી પહોંચેલ સંખ્યાબંધ મહિલા ઉમેદવારોને જિલ્લા પંચાયતની લાંબીમાં બેઠેલા જોઈ મહિલા ડેપ્યુટી ડીડીઓ અકળાઈ ઉઠયા હતા.અને અહીં કેમ બેઠા છોકહી આ ઉમેદવારો સાથે ઉધ્ધત વર્તન કરાતાં જ ચકચાર મચી હતી.જિલ્લા પંચાયત ખાતે જરૂરી રજુઆત માટે કાર્યકરો સાથે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસના પ્રમુખને આ મહિલા ઉમેદવારો એ ફરીયાદ કરતાં આ અગ્રણી કોગ્રેંસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારજિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને પંચાયતના કો ઓપ્ટ સભ્ય જયદત્તસિંહ પુવાર દ્વારા આ ઉમેદવારોના સમર્થનમાં જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ સમક્ષ રજુઆત હાથ ધરાઈ હતી.પરંતુ આ અગ્રણીઓ સાથે પણ મહિલા ડેપ્યુટી ડીડીઓ દ્વારા મનસ્વી અને તુમાખીભર્યું વર્તન કરાતાં જ ચકચાર મચી હતી.અને રોષે ભરાયેલ કાર્યકરોએ આ અધિકારી સામે પગલા ભરવા માંગ ઉઠાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.