
બાયડના સાઠંબા ગામે મેઇન બજારમાં એક વ્યક્તિની પાર્ક કરેલી બાઇક અજાણ્યો શખ્સ ધોળા દિવસે ચોરી ગયો
આજકાલ વાહન ચોરીની ઘટનાઓ વધતી જાય છે. યુવકો મોજશોખ પુરા કરવા માટે કોઈપણ વાહનોના લોક તોડી ડાયરેક્ટ કરીને ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના બાયડના સાઠંબા ગામે મેઇન બજારમાં બનવા પામી છે. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.
આજે બાયડ તાલુકાના સાઠંબા ગામે મેઇન બજારમાં એક ખેડૂત પોતાનું બાઇક લઈને કામકાજ અર્થે એક દુકાન પાસે જઈને બાઇક દુકાન આગળ પાર્ક કર્યું અને દુકાનમાં ગયો હતો. એટલામાં બ્લેક કલરનો શર્ટ પહેરેલો એક ઈસમ આવી પોતાની આવડતથી પાર્ક કરેલું બાઇકનું લોક તોડી તરત રવાના થઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે ઘટના અંગે સાઠંબા પોલીસે સીસીટીવી આધારે બાઇક ચોરની તપાસ હાથ ધરી છે.