
મેઘરજ તાલુકા પ્રા.શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ
કોઈપણ સંસ્થા હોય તેના વહીવટ માટે નિયામક મંડળની ચૂંટણી યોજવામાં આવે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વહીવટ કરવામાં આવે છે ત્યારે આજે મેઘરજ તાલુકા શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી.
મેઘરજ તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈબહેનો દ્વારા શિક્ષકોને લગતા પ્રાણપ્રશ્નોના નિવારણ માટે તાલુકા અને જિલ્લા કક્ષાએ શિક્ષક સંઘની રચના કરાયેલી છે. આ સંઘના વહીવટ માટે શિક્ષકો દ્વારા ચૂંટણી યોજીને નિયામક મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સહમંત્રી અને સભ્યો ચૂંટાતા હોય છે.આજે મેઘરજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ચારે હોદ્દા માટે 8 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 893 શિક્ષકો માટે મતદાન યોજાયું હતું. જેમાંથી 846 શિક્ષકો એ મળી 96 ટકા મતદાન કર્યું છે. આજે મોડી રાત્રે મતગણતરી હાથ ધરાશે.