
ભિલોડાના ગંભીરપુરા પાસે અકસ્માત સર્જાયો : ગાંધીનગરના એક યુવકનું ઘટના સ્થળે મોત
કોઈપણ વાહન હોય એની ગતિ મર્યાદા બહાર વાહન હંકારે ત્યારે નિર્દોષ નાના વાહનચાલકો ભોગ બનતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના ભિલોડાના ગંભીરપુર ગામે સામે આવી છે.
ભિલોડાના ગંભીરપુરા ગામે વહેલી પરોઢે એક કારચાલક બેફામ રીતે ઓવરસ્પીડમાં કાર હંકારતો હતો. ઓવરસ્પીડના કારણે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે 2 બાઇકસવારોને કચડ્યા હતા. જેમાંથી એક ગાંધીનગરના 55 વર્ષીય ઈસમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભિલોડા પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કારચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.