
અરવલ્લી જિલ્લામાં વરસાદના ત્રીજા રાઉન્ડ બાદ રોડની હાલત ખખડધજ
ચોમાસુ આવે એટલે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ખાડા પડે એ સ્વાભાવિક છે, પરંતુ તેની મરામત પણ જરૂરી છે. ત્યારે મોડાસા, ધનસુરા, બાયડ હાઇવે પર ખાડારાજ જોવા મળ્યું.
બે દિવસ પહેલા ખાબકેલા ભારે વરસાદ બાદ અરવલ્લી જિલ્લામાં ઠેર-ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. મોડાસાથી ધનસુરા-બાયડ તરફના નેશનલ હાઇવે રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. આવતા-જતા વાહનચાલકોને બે-બે ફૂટ ઊંડા ખાડામાં પડીને જાણે ડિસ્કો કરતા હોય એ રીતે જવુ પડે છે. ઘણી વખત વાહનોની એક્સલ તૂટી જાય છે અને વાહનોમાં મોટું નુકસાન વેઠવું પડે છે. ક્યારેક મોટા અકસ્માતો થવાના પણ સંભવ રહે છે. વાહનચાલકો પાસેથી હાઇવે ઓથોરિટી દ્વારા તગડા ટેક્સ વસૂલવામાં આવે છે પણ ખાડા પુરવાનો સમય નથી. જેથી વાહનચાલકોની મસમોટા ખાડા પૂરવાની માગ ઉઠી છે.