
મોડાસા થી રાજેન્દ્રનગર ચોકડી સ્ટેટ હાઈવે માર્ગ પર અકસ્માત
સતત બીજા દિવસે ટ્રેક્ટરને અકસ્માત મોડાસા થી રાજેન્દ્રનગર ચોકડી સ્ટેટ હાઈવે પર સર્જાયાનુ સામે આવ્યુ છે. અગાઉ એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ હવે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતન એટલો ધડાકાભેર હતો કે, કારના અથડાવા સાથે જ ટ્રેક્ટર બે હિસ્સામાં વહેંચાઈ ગયુ હતુ. અકસ્માતની સ્થિતિ જોઈને આસપાસથી અવાજ સાંભળીને દોડી આવેલા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.
મોડાસાના રસુલપુર પાટીયા પાસે સર્જાયેલા કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે સ્થાનિક 108ની ટીમ દોડી આવી હતી અને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં બંનેની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાના સમાચાર છે.