
ધનસુરાના પાંચ કુહાડા પાસે એસટી બસ, ડમ્પર, અને ઇકો વચ્ચે અકસ્માત
ધનસુરા તાલુકાના વડાગામ પાસે આવેલા પાંચ કુહાડા પાસે એસટી બસ અમદાવાદ તરફ જઈ રહી હતી. ત્યારે સામેથી રોંગ સાઇડે આવતું એક ડમ્પર એસટી બસ સાથે અથડાયું હતુ. એસટી બસ ડ્રાયવરે અકસ્માતને લઈ બ્રેક મારતા પાછળથી આવતી એક ઇકો કાર પણ અથડાઈ હતી. આમ ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી સમગ્ર ઘટનાને લઈ એસટીમાં બેઠેલા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. બંને બાજુથી અકસ્માતમાં ભીંડાયેલ એસટીમાં સવાર મુસાફરો એકબીજા સાથે અથડાયા હતા અને 13 જણાને નાની મોટી ઇજાઓ થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. ધડાકાભેર થયેલા અકસ્માતથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જોકે મોટી જાનહાનિ ટળી હતી