સાઠંબા ગામે એપેક્ષ ક્વોરી લિઝની ખીણમાં ભરાયેલ પાણીમાં ડૂબી જતાં એક યુવક નું મોત

અરવલ્લી
અરવલ્લી

કોઈપણ મકાન કે બિલ્ડીંગોના બાંધકામ માટે કપચી-ગ્રીટની જરૂર હોય છે, જે ક્વોરીની ખીણમાંથી નીકળે છે. કામ પૂરું થઈ જાય પછી આ ખીણ પુરી દેવી પડે નહીં તો ક્યારેક મોટા અકસ્માતોનો ભોગ લોકો બને છે, ત્યારે આવી જ એક ઘટના સાઠંબામાં બની છે.બાયડના એપેક્ષ નામની ક્વોરી આવેલી છે. જે છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે. આ ક્વોરીની લિઝ માટે તૈયાર કરેલ ઊંડી ખીણમાં વરસાદી પાણી ભરાઈ ગયુ છે. આ ક્વોરીની ખીણમાં પટેલના મુવાડા ગામના ધર્મેન્દ્રસિંહ નામનો યુવક એપેક્ષ ક્વોરી પાસે નીચે ખીણ બાજુ ગયો હતો.


કોઈ કારણોસર આ યુવક ખીણમાં પડી જતા યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાંની જાણ બાજુમાં કામ કરતા એક મજૂરને થતા તરત જ સાઠંબા પોલીસને જાણ કરી હતી. પોલીસે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને તરત જ રેસ્ક્યુ કરી મૃતકના મૃતદેહને શોધી કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.